Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે આપેલા દસ્તાવેજો ચકાસાશેઃ ખોટા હશે તો નોંધણી રદ

ત્રણ સ્તરે ચકાસણી થશેઃ નાગરિક પુરવઠા સચિવ મોહમ્મદ શાહિદની સુચના

રાજકોટ તા. ૩: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના મંત્રી શ્રી મોહમ્મદ શાહિદ (આઇ.એ.એસ.) એ તમામ કલેકટરો અને ડી.ડી.ઓ. જોગ પત્ર પાઠવી મગફળી ખરીદી માટે નોંધાયેલા ખેડૂતોના આધાર-પૂરાવા ચકાસવા સૂચના આપી છે.

તેમણે તમામ જિલ્લામાં પત્રથી જણાવ્યું છે કે, લઘુત્તમ ટેકાના ભાવે મગફળીના જથ્થાના વેચાણ માટે ખેડૂતોની નોંધણી તા. ૦૧/૧૦/ર૦૧૯ના રોજથી ઇ-ગ્રામ ખાતે વી.સી.ઇ. મારફત તેમજ રાજયના ૧ર૪ યાર્ડના ખાતે થઇ રહેલ છે. ખેડૂત તરફથી નોંધણી સમયે વિવિધ દસ્તાવેજો જેવા કે ગા.ન. નંબર ૭/૧ર, ૮-અ, મગફળીના વાવેતર અંગે તલાટીનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબૂકની પ્રથમ પાનની નકલ અથવા કેન્સલ કરેલી ચેક રજુ કરવામાં આવે છે. આ તમામ રજૂ થયેલ ફીજીકલ ડોકયુમેન્ટ સાચા છે, પુરતા છે, યોગ્ય છે તથા તેને આધારે સાચી નોંધણી થઇ તે બાબતો ચકાસવી અત્યંત આવશ્યક છે, આ બાબતને ધ્યાને લેતાં સદરહું, ડોકયુમેન્ટની ખરાઇ અને ચકાસણી તેમજ જરૂર જણાય રેન્ડમલી સ્થળ તપાસ કરવા બાતે નીચે મુજબના અધિકારી/કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવાવી.

(૧) ગ્રાહક સેવકે પોતાના સેજા હેઠળના ગલામોમાં ફીજીકલ ડોકયુમેન્ટની ૧૦૦% ચકાસણી કરવાની રહેશે. અને પોતાના નામ સાથેના સહિ-સિકકાથી પ્રમાણિત કરવાનાં રહેશે. (ર) વિસ્તરણ અધિકારી (ખેતી) એ દરેક ગામમાં ફીજીકલ ડોકયુમેન્ટની રપ% ચકાસણી કરવાની રહેશે તથા પોતાના નામ સાથેના સહિ-સિકકાથી પ્રમાણિત કરવાનાં રહેશે. (૩) તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારે ૧૦-૧૦% ડોકયુમેન્ટની ચકાસણી કરવાની રહેશે. કયાંય ગેરરીતિ જણાય તો જવાબદાર કર્મચારીઓ સામે પગલા લઇ ખોટી નોંધણી રદ કરવી.

(3:44 pm IST)