Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સુરતના 12 આંગડિયા પેઢીના ડાયમંડના પાર્સલ મુંબઈમાં જપ્ત : કરોડોની કિંમતના હીરા સલવાયા

મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ થતા ચેકિંગમાં હીરાનો માલ ઝપેટમાં ચડ્યો

સુરતના કરોડો રૂપિયાના ડાયમંડના પાર્સલ મુંબઈમાં જપ્ત કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. વિધાનસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. જેને પગલે ચેકિંગ શરૂ થતાં આંગડિયા પેઢીના કરોડોના ડાયમંડ સીલ કરી દેવામાં આવ્યા છે.

સુરતની 12 આંગડિયા પેઢીના ડાયમંડના પાર્સલ મુંબઈમાં જપ્ત કરવામાં આવ્યા છે, મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્રમાં તમામ મોટા નાણાકીય વ્યવહારો પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હવે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ફફડાટનો માહોલ રહે તેવી શક્યતા સેવાઈ રહી છે

(2:08 pm IST)