Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

અરવલ્લીનાં શામળાજી કોલેજમાં પરીક્ષા કેન્સલ મેશ્વો ડેમનાં ઓવરફ્લો થતા પાણીથી રસ્તો બંધ

BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3ની પરીક્ષા રદ કરાઈ

શામળાજી : રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે પરંતુ ઘણા એવા વિસ્તારો પણ છે જ્યા વરસાદે કહેર વરસાવ્યો છે. જેની અસર હવે અરવલ્લીનાં શામળાજી કોલેજમાં થનારી પરીક્ષા પર પડી છે. આજે અહી BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3ની પરીક્ષા લેવાની હતી તેને હવે રદ્દ કરવામાં આવી છે. અહી મેશ્વો ડેમનાં ઓવરફ્લો થતા પાણીથી રસ્તો બંધ થઇ ગયો છે. જેના કારણે BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3નાં વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

     અરવલ્લીનાં શામળાજી કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષા ભારે વરસાદ બાદ મેશ્વો ડેમનાં ઓવરફ્લો પાણીથી રસ્તો બંધ થવાથી થઇ છે. અહી BA, MA સેમિસ્ટર-1 અને સેમિસ્ટર-3નાં વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં કુલ 4 પેપરની પરીક્ષા રદ્દ કરવામા આવી છે અંદાજે 2000 જેટલા વિદ્યાર્થીઓ કોલેજની ઇન્ટરનલ પરીક્ષા આપવાના હતા. મળી રહેલી માહિતી અનુસાર રદ્દ કરવામા આવેલી પરીક્ષા આગામી 5 તારીખે લેવાશે.

(1:51 pm IST)