Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

જિઓર્દાનો હેન્ડબેગના બ્રાન્ડ એમ્બેસેડર બનતા કિયારા અડવાણી

અમદાવાદઃ બ્રાડઝસ્ટ્રોમ ઇન્ડિયા માર્કેટીંગ દૃારા બોલીવુડ અદાકાર કિયારા અડવાણીને તેમના જિઓર્દનો હેન્ડબેંગ્સ માટે ભારતમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવાની ઘોષણા કરી છે. એક આકર્ષક ફેશન દિવા તરીકે જાણીતી કિયારા હવે પ્રિન્ટ, આઉટડોર, ડિજિટલ અને બ્રાન્ડના સ્ટોર પ્રચારમાં સમાવિષ્ટ થશે. કંપનીએ આ અભિયાન દ્વારા યુવા અને ટિનેજર ગ્રાહકો ઉપર ધ્યાન કેનિદ્રત કર્યુ છે.

આ અવસરે બ્રાંડઝ સ્ટોર્મ ઇન્ડિયા માર્કેટિંગ પ્રા. લિના વહીવટી નિયામક શ્રી ઉજવલ સરાફે જણાવ્યું હતું કે, ભારતીય મનોરંજન ક્ષેત્રનો સૌથી પ્રખ્યાત ચહેરો કિયારા અડવાણીને આવકારતા મને આનંદ થાય છે. એક પ્રતિભાશાળી બોલિવુડ કલાકાર હોવાની સાથે તે તેની ફેશન સેન્સ અને સ્ટાઇલ માટે પ્રખ્યાત છે. જિઓર્દાનો યુવાનોના ઉત્સાહનું સુયોગ્ય પ્રતિક છે.

જિઓર્દાનો હેન્ડબેગ સ્ટાઇલિશ, સારી રીતે અનુ કૂળ અને એકદમ યોગ્ય છે. ઇટાલીથી પ્રોત્સાહિત થઇને બનાવેલ આ હેન્ડબેગ, દરેક છોકરીની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે. જો તમે સફેદ કપડા પહેરો છો તો તે તના પર પણ સારું લાગશે. જિઓર્દાનો હેન્ડબેગ ખૂબ જ આકર્ષક છે. અને ટ્રેન્ડી ડિગ્મેઇનમાં ઉપલબ્ધ હોવાને કારણે મારી વ્યકિતગત શૈલી માટે પણ યોગ્ય છે. હું આ બ્રાન્ડનો ભારતમાં પ્રચાર કરવા માટે ઉત્સુક છું.

(1:05 pm IST)