Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સુરત ફાયર વિભાગ દ્વારા 955 જેટલી હાઇ રાઈઝ બિલ્ડિંગોમાં પાણી -ડ્રેનેજ લાઈન કાપવાનો નિર્ણય

શહેરની 1142 હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયરસેફટીના સાધનો અંગે સર્વે કર્યો હતો

 

સુરત: સુરત ફાયર વિભાગ દ્વારા 955 જેટલી હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનોના અભાવને કારણે પાણી અને ડ્રેનેજ લાઈન કાપવાનો નિર્ણય કરવામાં આવતા બિલ્ડરો દોડતા થયા છે

  . તક્ષશિલા આગ હોનારત બાદ ફાયર વિભાગે ફાયરસેફટીનાં મુદ્દે કોઈપણ રીતે બાંધછોડ કરવા તૈયાર નથી. તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયરે શહેરની 1142 હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયરસેફટીના સાધનો છે કે નહીં તેનો સર્વે કર્યો હતો.

  સર્વેમાં 1064 જેટકી હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનો કે ફાયરની એનઓસી નહિ હોવાથી નોટિસ આપવામાં આવી હતી. પૈકી 955 બિલ્ડીંગ દ્વારા નોટિસ પછી પણ ફાયરની એનઓસી રજૂ કરવામાં આવી નહોતી. જેથી હવે બિલ્ડીંગના પાણી અને ગટર કનેક્શન કાપી નાંખવા સાત ઝોનને આદેશ આપવામાં આવ્યા છે

શહેરમાં 1528 કોમર્શિયલ બિલ્ડીંગની ફાયરની એનઓસી બાકી છે. ઉપરાંત 955 રહેણાંક હાઇરાઈઝની એનઓસી લેવામાં ખાસ્સો સમય લાગે તેમ છે. નવરાત્રી અને દિવાળીને કારણે લોકો વેપાર ધંધામાં વ્યસ્ત હોય છે. ત્યારે ફાયર એનઓસી લેવાની કામગીરી માટે તેમને થોડો સમય આપવો જરૂરી છે.

 

(8:35 am IST)