Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સુરતના અંબાજી મંદિરમાં નિયમ ;12 વર્ષથી વધુ ઉમરના બાળકોને હાફ પેન્ટ અને સ્કર્ટ પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ

સુરતના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલા અંબાજી નિકેતન મંદિરમાં તહેવારના દિવસોમાં લોકોની ભારે ભીડ રહે છે. હાલ નવરાત્રીનો તહેવાર હોવાના કારણે લોકો દૂર-દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે. લોકોને તડકા અને વરસાદની તકલીફ ન પડે તે માટે અંબિકા નિકેતન ટ્રસ્ટ દ્વારા મંદિરના રસ્તા પર મંડપ બનાવવા આવ્યા છે. આ ઉપરાંત મંદિરની અંદર ફોટા પાડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે પરંતુ હવે અંબિકા નિકેતન મંદિર તેના નવા નિયમને લઇને વિવાદમાં આવ્યું છે.

અંબિક નિકેતન ટ્રસ્ટ દ્વારા મંદિર પર એક બોર્ડ લગાડવામાં આવ્યું છે અને આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, '12 વર્ષથી વધુ ઉમરના બાળકોએ હાફ પેન્ટ અને સ્કર્ટ પહેરીને મંદિરના પ્રવેશવું નહીં'. મંદિર દ્બારા બાળકોના પહેરવેશને લઇને જ નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ શા માટે બનાવામાં આવ્યો છે, તે બાબતે અંબિકા નિકેતન ટ્રસ્ટ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

(10:38 pm IST)