Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વરસાદી પાણીથી ખેતીને નુકશાન : સરકારે ખેડૂતો માટે સેટેલાઈટનો ઉપયોગ- મદદ લેવી જોઈએ.: હાદિક પટેલ

સરકાર નર્મદાની કેનાલો બનવવામાં અને પૂરતા ટેકાના ભાવ આપવામાં નિષ્ફળ

અમદાવાદ : આ વખતે ગુજરાતમાં મેઘરાજાની મેહર થઇ છે. ધાર્યા કરતા વધુ વરસાદ વરસતા હવે લીલો દુકાળ પડે તેવી સ્થિતિ પરિણામી છે. યુવા નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી વરસાદી પાણીથી ખેતીને નુકશાન પહોંચ્યું છે. ત્યારે ઈસરો પાસે ખેતરોનો દેતા ઉપલબ્ધ છે ત્યારે સેટેલાઈટનો ઉપયોગ કરવો જોઈએ.

હાર્દિક પટેલે એવો આરોપ મુક્યો છે કે, વીમા કંપનીઓ સારી રીતે સર્વે કરતી નથી. પાંચ હજાર કરોડ રૂપિયા પ્રિમીયમ લીધા પછી ય ખેડૂતોને વળતર આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેતીના પાકના નુકશાનનો અંદાજ મેળવવા ઉપગ્રહની મદદ લેવામાં આવે. ભાજપ સરકાર ખેડૂતોને વીમો આપવામાં નિષ્ફળ રહી છે. નર્મદાની કેનાલો બનવવામાં નિષ્ફ્ળ રહી છે. પૂરતા ટેકાના ભાવ આપવામાં નિષ્ફળ રહી છે. તેવા હાર્દિક પટેલે આક્ષેપો કર્યા છે.

(10:18 pm IST)