Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

આણંદના નાવલી ગામે જરસી ગાય ખુલ્લા કુવામાં ખાબકી : ત્રણ કલાકની મહેનત બાદ બહાર કઢાઈ

અંદાજે 90 ફૂટ ઉંડા કૂવામાં બેલ્ટ બાંધીને આ ગાયને હેમખેમ બહાર કાઢી

આણંદના નાવલી ગામે એક ખેતરમાં એક ખુલ્લા કૂવામાં જરસી ગાય ખાબકી હતી. જે બાદ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમે અંદાજે 90 ફૂટ ઉંડા કૂવામાં બેલ્ટ બાંધીને આ ગાયને હેમખેમ બહાર કાઢી હતી.

   અંદાજે 3 કલાકની જહેમત બાદ આ ગાયને બહાર કાઢવામાં આવી હતી. આ વાતની જાણકારી મળતા આસપાસના ગામના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા.

(9:49 pm IST)