Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

વાપીના ડુંગરામાં લોક તોડી તસ્કરોએ ફ્લેટમાંથી 8 તોલા દાગીનાની ઉઠાંતરી કરી

વાપી:ના ડુંગરા ગામના ફલેટ માલિક કામ માટે મુંબઈ ગયા ત્યારે તસ્કરોએ તેમના ફલેટના દરવાજાનો ઈન્ટરલોક તોડી ૮ તોલા દાગીના ચોરી ગયા હતા.

વાપીના થર્ડ ફેઝમાં આવેલી વાઈટલ હેલ્થ કેર કંપનીમાં કામ કરતા કલ્યાણ આશિષ મિગારકશેખર દત્તા ડુંગર લેકવ્યુ રેસીડન્સીમાં રહે છે. કલ્યાણ દત્તા તા. ૩૦-૦૯-૨૦૧૮ ના રોજ રાત્રે ૧.૦૦ વાગ્યે કામ માટે મુંબઈ ગયા હતા. મુંબઈથી બીજા દિવસે સવારે સીધો નોકરી પર ગયો હતો. મોડી સાંજે નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે ફલેટનો દરવાજો ખુલ્લો જોતા ચોકી ગયો હતો.

ફલેટમાં પ્રવેશી બેડરૂમમાં તપાસ કરતા તસ્કરો કબાટ તોડી આઠ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયાનું માલૂમ પડયું હતું. બનાવ અંગે ડુંગરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. ડુંગરા વિસ્તારમાં લાંબા સમયથી ગંભીર પ્રકારના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. પણ પોલીસ ગુનેગારોને પકડવામાં નિષ્ફળ રહી છે.

(5:32 pm IST)