Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

યાત્રાધામ અંબાજી ધામમાં ભાદરવી પૂનમના મેળા માટે એસટી તંત્ર વધારાની 1100 બસો દોડાવશે

ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના 1300થી વધુ કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત રહેશે.

 

યાત્રાધામ  અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા માટે એસટી તંત્ર સજ્જ બન્યું છે મોટા ભાગના ભક્તો પગ પાળા અંબાજી જાય છે. પોતાના વતન બસમાં પરત ફરે છે. ત્યારે ભક્તોને પોતાના વતન સુધી પહોચાડવા માટે એસટી નિગમ અંબાજીથી વધારાની 1100 બસો ભક્તો માટે દોડાવાશે.

   એસટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં ચાર વિભાગ ઊભા કરાયા છે. અમદાવાદ, પાલનપુર, મહેસાણા અને હિંમતનગરથી 1100થી વધુ બસ દોડાવવામાં આવશે. અમદાવાદમાંથી 250થી વધુ બસો દોડાવાશે.જોકે ચાલુ વર્ષએ ભાદરવી પૂનમના મેળામાં પ્રવાસીઓને મુશ્કેલી પડે તે માટે તમામ નવી બસ મૂકવામાં આવશે. તમામ બસનું જીપીએસથી મોનિટરિંગ કરવામાં આવશે. સાથે-સાથે મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને કોઈ બસ ઓવરલોડ જાય તેનું મોનિટરિંગ કરવામાં આવશે. અંબાજી ખાતે નવ બૂથ બનાવવામાં આવ્યાં છે

   અંબાજી આવતા ભક્તો માટે બસ પર હંગામી ધોરણે પેસેન્જર રેક, પીવાના પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલય, માઈક એનાઉન્સની વ્યવસ્થા, બૂથ ઉપરથી મોબાઈલ સંપર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એસટી નિગમના જનરલ મેનેજર નિખિલ બર્વેએ જણાવ્યું હતું કે ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ, ડેપો ખાતે ફાયર ફાઈટરની વ્યવસ્થા, બેનર, હોર્ડિંગ્સ દ્વારા યાત્રાળુઓને માર્ગદર્શનની વ્યવસ્થા કરાઇ છે.
પોલીસ વિભાગ દ્વારા 10 વોકીટોકી સેટ એસટી વિભાગને ફાળવવામાં આવ્યા છે. ગબ્બર ત્રણ રસ્તા અને આરટીઓ ત્રણ રસ્તા-ડીસા, પાલનપુર, સિદ્ધપુર, થરાદ, દિયોદર, રાધનપુર જવા માટે બસ મળશે. GMDC મેદાન-અમદાવાદ અને સાબરકાંઠા, ગોધરા, ડીયાદ જવા માટે બસ મળશે. સમગ્ર વ્યવસ્થા માટે ડ્રાઇવર, કંડકટર, મિકેનિકલ સુપરવાઇઝર અને અધિકારી સહિતના 1300થી વધુ કર્મચારીઓને ફરજ ઉપર તૈનાત રહેશે.

(11:14 pm IST)