Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ઓગસ્ટમાં ૫૪૩ કેસો થયા

કમળાના ૩૫૩ અને ટાઇફોઇડના ૬૦૦ કેસો : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો

અમદાવાદ, તા.૩ :  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. ઓગસ્ટ ૨૦૧૮ની સરખામણીમાં ઓગસ્ટ ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ઓગસ્ટ મહિનામાં ૭૨૧ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૩૨ અને ડેંગ્યુના ૧૯૯ કેસો સપાટી ઉપર આવ્યા છે. ઝાડાઉલ્ટીના ૫૪૩ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૩૫૩ અને ટાઇફોઇડના ૬૦૦ કેસ નોંધાઈ ચુક્યા છે. હાલમાં પડેલા હળવા વરસાદના કારણે જુદા જુદા ક્ષેત્રોમાં ગંદગી અને કાદવ-કીચડના પરિણામ સ્વરુપે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. ઓગસ્ટ માસના ગાળામાં ઝાડા ઉલ્ટીના ૫૪૩ કેસ નોંધાઈ ચુક્યા છે. અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૫૧૮૦૫ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૧૬૧૯ પાણીના નમૂના લેવામાં આવ્યા છે.

     વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૨૭ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓગસ્ટ સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે ઓગસ્ટ ૨૦૧૮ની સરખામણીમાં ૩૧મી ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં ૨૩૫૩ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના લીધે મેલેરિયા રોગચાળાને રોકવામાં આંશિકરીતે સફળતા મળી છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૩ :  અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત                              ઓગસ્ટ-૨૦૧૮              ઓગસ્ટ-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો                ૨૧૪૦                        ૭૨૧

ઝેરી મેલેરીયાના કેસો                 ૩૦૯                            ૩૨

ડેન્ગ્યુના કેસો                            ૩૦૯                            ૧૯૯

ચીકુનગુનિયા કેસો                    ૨૩                                ૦૭

પાણીજન્ય કેસો

ઝાડા ઉલ્ટીના કેસો                    ૭૮૭                             ૫૪૩

કમળો                                    ૫૩૭                            ૩૫૩

ટાઈફોઈડ                                ૫૨૫                           ૬૦૦

કોલેરા                                   ૩૬                                ૦૧

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૩

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................ ૧૧૫૧૬

ક્લોરિન નિલ................................................. ૫૦૯

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના.............     ૧૬૧૯

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા..................... ૨૭

ક્લોરીન ગોળીઓનું વિતરણ...................... ૫૧૮૦૫

વહીવટી ચાર્જ...................................... ૩૬૬૬૩૦૦

(9:56 pm IST)