Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વિકાસ માટે સ્પર્ધા રહેશે

૨૦મી સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન

અમદાવાદ, તા.૩ :   વિશ્વની અગ્રણી આઈટી સેવા પૂરી પાડતી, કન્સલ્ટીંગ અને કારોબારી ઉકેલો રજૂ કરતી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ) (બીએસઈઃ૫૩૨૫૪૦, એનએસઈઃટીસીએસ) એ ધોરણ-૫ થી ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય-સ્તરની સ્પર્ધા ટીસીએસ આઇઓન ઇન્ટેલીજેમની બીજી આવૃત્તિ માટે તે રજિસ્ટ્રેશન સ્વીકારવા અંગેની જાહેરાત કરી હતી. એક સ્પર્ધા (ટેસ્ટ) તરીકે ટીસીએસ આઇઓન ઇન્ટેલીજેમ એક એવું માળખું છે કે, જે રચનાત્મકતા અને નવિનતા, પ્રત્યાયન, નાણાંકીય સાક્ષતા (ફાયનાન્સિયલ લિટરસી), સાર્વત્રિક મૂલ્યો, તથા વૈશ્વિક નાગરિકતા જેવા પાંચ ક્ષેત્રમાં યુવા અભ્યાસકર્તાઓને ૨૧મી સદીની કૌશલ (સ્કીલ) વિકસાવવામાં મદદ કરે છે. પ્રચલિત કોમ્પ્યુટર આધારિત ટેસ્ટનો ક્વોલિફાઇંગ રાઉન્ડ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ સિટી રાઉન્ડ અને પ્રિ-ફાઇનલ્સ પૂર્ણ કરવાના રહેશે, અને ત્યારબાદ જ ગ્રાન્ડ ફાઇનલમાં પ્રવેશ મેળવશે. મુંબઈમાં યોજાનાર આ ફાઇનલ ટેસ્ટ તેમને બઝર રાઉન્ડમાં રાખશે અને નિષ્ણાતોની એક સમિતિ સમક્ષ રજૂ કરશે.

        આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન ફક્ત શાળાઓ મારફતે જ સ્વીકારવામાં આવે છે તેમ જ રજિસ્ટ્રેશન તા.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધી ખુલ્લું રહેશે. મોખરે આવનારા વિદ્યાર્થીઓ અને શાળાઓ રોકડ ઇનામો, અત્યાધુનિક રમકડાં, નેતૃત્વલક્ષી તાલીમ, ટ્રેફી, મેડલ્સ, તથા પ્રમાણપત્રો સહિતના આકર્ષક પારિતોષિકો મેળવશે. આ ઉપરાંત તેઓ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લેવાની અને ઔદ્યોગિકક્ષેત્રના અગ્રણીઓ સાથે જોડાવાની તક પણ મેળવશે. સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાઓને સ્કૂલ એક્સેલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને તેમને રાષ્ટ્રીય ઓળખ મળશે. ટીસીએસ આઇઓનની લાઇફલોંગ ર્લનિંગની પહેલના ભાગરૂપે આ સ્પર્ધામાં ભાગ લેનારાઓને ડિજીટલ ર્લનિંગ કન્ટેન્ટમાં વિનામૂલ્યે પ્રવેશ મળશે, જે તેમને આ સ્પર્ધા માટે તૈયારી કરવા મદદરૂપ બનશે. આ ઉપરાંત, ભાગ લઈ રહેલી શાળાના શિક્ષકો અભ્યાસને લગતા સંશાધનોનું વિશાળસ્તરે આયોજન કરનાર ટીસીએસ આઇઓન ટીચર્સ નેટવર્કમાં પ્રવેશ મેળવશે. ટીસીએસ આઈઓનના ગ્લોબલ હેડ વેંગુસ્વામી રામાસ્વામીએ જણાવ્યું હતું કે, ૨૧મી સદીમાં રચનાત્મકતા, કૂશળતા, ગહન વિચાર તથા અસરકારક પ્રત્યાયન જેવી કૌશલમાં રહેલી તેમની બાબતોમાં વિદ્યાર્થીઓ સતત સુધારો કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ઇન્ટેલિજેમ આવતીકાલના રત્નો જેવા પોષણક્ષમ દ્રષ્ટિકોણને લગતા ઉમદા વિચાર ધરાવે છે.

(9:48 pm IST)