Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

JMT ૧૦૦૦ એચએસ લોન્ચીંગની જાહેરાત કરાઇ

ઇલેક્ટ્રિક વ્હીકલનો ખર્ચ ૧૫ ટકાનો છે

અમદાવાદ,તા.૩ :  ઇલેક્ટ્રીક વ્હીકલ પરની સબસીડી અને કન્સેશનલ જીએસટીના કારણે ગ્રાહકોને ૩૫ ટકા સુધીનો ફાયદો થઇ શકે છે. વળી, ઇલેક્ટ્રીક વાહનોથી પ્રદૂષણ પણ ફેલાતું નથી અને વળી, પેટ્રોલ ફયુઅલ વ્હીકલની સરખામણીએ તેને ચલાવવાનો ખર્ચ માત્ર ૧૫ ટકાનો જ છે એમ અત્રે જિતેન્દ્ર ન્યુ ઈવી ટેક દ્વારા ઈલેકટ્રીક સ્કૂટર જેએમટી ૧૦૦૦ એચએસ (હાઈસ્પીડ)ની રૂ. ૭૫,૦૦૦ની કિંમતમાં ગુજરાતમાં લોન્ચીંગ પ્રસંગે તેના એમડી જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા જેએમટી ૧૦૦૦ એચએસમાં માત્ર આઠ સેકન્ડમાં ૦-૪૦ કિમીનો પિકઅપ અને ડબલ સીટમાં ૨૦૦ કિલોગ્રામ વજનની વહન ક્ષમતા છે. ઈલેકટ્રીક બાઈક લિથિયમ આયન બેટરી પર ચાલે છે. જે માત્ર ત્રણ કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે. તેની ડ્રાઈવિંગ ક્ષમતા ૯૦ કિમી સુધીની છે. જિતેન્દ્ર ન્યુ ઈવી ટેક પ્રા. લિ.નાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જિતેન્દ્ર શાહે વધુમાં ઉમેર્યું કે, અમે જેએમટી ૧૦૦૦ એચએસની શરૂઆતમાં રૂ.૧,૧૦,૦૦૦ની કિંમત રાખી હતી.

      પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં વિવિધ ઈન્સેન્ટીવને કારણે આ બાઈક અમે માત્ર રૂ. ૭૫,૦૦૦ની કિંમતમાં રજૂ કરી શક્યા છીએ. કેન્દ્ર સરકારની ફેમ-ર સ્કીમ (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુ. ઓફ હાયબ્રીડ એન્ડ ઈલેકટ્રીક વ્હીકલ્સ) અને પાંચ ટકા જીએસટીને કારણે આ બાઈક સસ્તી થઈ શકી છે. જેએમટી ૧૦૦૦ એચએસને ગુજરાત રાજ્ય સરકારની સબસિડી મળી છે અને તેને જીએસઆરટીઓ વ્હીકલ રજિસ્ટ્રેશન ટેક્સમાંથી મુક્તિ મળી છે. ઘણી શહેરી સ્થાનિક સંસ્થાઓ તેમના પાર્કિંગ પ્લોટસમાં ઈલેકટ્રીક વ્હીકલ્સને ફ્રી પાર્કિંગ આપવાનું વિચારી રહી છે. જો લોન પર ઈલેકટ્રીક બાઈક ખરીદવામાં આવે તો માસિક હપ્તાનાં વ્યાજને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ તમામ ફાયદાઓ ૩૫ ટકા સુધી જાય છે.

    જે ગ્રાહક માટે આકર્ષક છે. ગુજરાતમાં ૬૦ ટકાથી પણ વધુ દ્વિચક્રી વાહન ધારકો પેટ્રોલ અને ઈલેક્ટ્રીક ચાર્જડ લિથિયમ બેટરી સંચાલિત બાઈકસનાં કિંમતનાં વિશ્લેષણથી પરિચિત છે. ઈલેકટ્રીક બાઈકથી પ્રદૂષણ થતું નથી અને પર્યાવરણ મિત્ર છે, પેટ્રોલ ફ્યુઅલ વ્હીકલ્સની સરખામણીમાં તેનો ચલાવવાનો ખર્ચ માત્ર ૧૫ ટકાનો છે. શ્રી જિતેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, જિતેન્દ્ર ન્યુ ઈવી ટેક દિવાળી પહેલા પશ્ચિમ ભારતમાં ૨૦૦ ડિલરો ઉમેરવાનું આયોજન ધરાવે છે. યુવા ઉદ્યોગ સાહસિકો માટે આ એક આકર્ષક તક છે.

(9:48 pm IST)