Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં કોંગોં ફીવરનો વધુ એક કેસ નોંધાયો

રાજસ્થાનના 30 વર્ષિય દર્દીનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટીવ

અમદાવાદની  એસવીપી હોસ્પિટલમાં કોંગોં ફીવરનો વધુ એક કેસ નોંધાયો છે. રાજસ્થાનના 30 વર્ષિય દર્દીનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ 29 તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા. એસવીપીમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા અને મોત નિપજ્યું છે. હાલ ત્રણ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

  રાજ્યમાં કોંગો ફિવરના કેસને લઈને તંત્ર પણ સજાગ બન્યુ છે. નોંધનિય છે કે આ પહેલા રાજકોટ અને લિંબડીમાં કોંગો ફિવરના કેસ સામે આવી ચુક્યા છે

(9:09 pm IST)