Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

બોરસદ તાલુકાના ડભાસીમાં 15 વર્ષીય કિશોરીને નરાધમે હવસનો શિકાર બનાવી: જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

બોરસદ: તાલુકાના ડભાસી ગામે રહેતી એક કિશોરીને નજીકમાં જ રહેતો યુવાન ભગાડીને નજીકના ખેતરમાં લઈ જઈને ત્યાં તેણીની મરજી વિરૂધ્ધ જાતિય અત્યાચાર ગુજારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ડભાસી ગામની નહેર પર આવેલા ટેકરાવાળા ફળિયામાં રહેતો રોહિતભાઈ ખુશાલભાઈ ચૌહાણ (ઉ. વ. ૨૦)ગત ૨૩મી તારીખના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે નજીકમાં રહેતી એક ૧૫ વર્ષ અને એક માસની ઉંમર ધરાવતી કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો જ્યાં તેણીની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. બાદમાં જો આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગભરાઈ ગયેલી કિશોરીએ જે તે વખતે આ વાતની કોઈને જાણ કરી નહોતી. પરંતુ આજે પરિવારના સભ્યોને જાણ કરતાં બોરસદ રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ આપવામાં આવી હતી. 

(5:42 pm IST)