Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ખેડા ટાઉન પોલીસે પરસાંતજ નજીક વોચ ગોઠવીને ચોરીના બાઈક સાથે અસલાલીના યુવકની ધરપકડ કરી

ખેડા: ટાઉન પોલીસે પરસાંતજ પાટીયા નજીક વોચ ગોઠવી ચોરીના બાઈક સાથે પસાર થતાં અસલાલીના એક યુવકની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં આ યુવકે અસલાલી વિસ્તારમાંથી બે બાઈકો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેમાંથી એક બાઈક તેણે પરસાંતજ ગામમાં વેચી દીધુ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને બાઈકો કબ્જે લઈ પકડાયેલા યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોર્ડની ટીમે પરસાંતજ ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી. તે વખતે માર્ગ પરથી પેશન પ્રો મોટરસાઈકલ નં જીજે ૨૭ એડી ૦૩૫૫ આવતાં પોલીસે ચાલકને ઈશારો કરી બાઈક રોકાવી હતી. અને પૂછપરછ કરતાં બાઈક ચાલકનું નામ શૈલેષભાઈ છોટુભાઈ રાવલ (રહે. અસલાલી, તા.દસક્રોઈ, જી.અમદાવાદ) હોવાનું બહાર આવ્યું હતું. 

(5:40 pm IST)