Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરત:હપ્તારાજ વચ્ચે દારૂ બંધીની નહિવત અસર જોવા મળી:ગણપતિના તહેવારમાં નશાની હાલતમાં યુવકો નાચતા જોવા મળતા અરેરાટી

સુરત: હપ્તારાજ વચ્ચે જાણે દારૂબંધીની નહીંવત અસર વર્તાઇ રહી છે. દારૂ વેચનારાઓ અને પીનારાઓને જાણે કે કોઇને ભય જ ના હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે જે આ વીડિયો વધુ સ્પષ્ટ કરી જાય છે.આ વીડિયો સુરતના ગોલવાડ વિસ્તારનો છે જ્યાં કેટલાક યુવકો ગણપતિના તહેવાર દરમિયાન બિયર અને દારૂની બોટલ લઈ બિંદાસ નાચતા જોવા મળે છે. સુરતનો આ વિસ્તાર દારૂના કટિંગ માટે કુખ્યાત છે. જ્યારે આખા શહેરમાં ક્યાં દારૂ ન મળે ત્યારે આ વિસ્તારમાંથી મળી રહે છે. 

સીએમ દ્વારા દારૂબંધી કડક કરવા ભાર મુકાઇ રહ્યો છે ત્યારે આ વીડિયો દારૂબંધી માટે સરકાર અને પોલીસની કામગીરી કેવી પોલમપોલ છે એ દર્શાવી જાય છે.

(5:38 pm IST)