Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વડોદરાના નવાપુરા વિસ્તારમાં બપોરના સમયે ઇલેક્ટ્રિક થાંભલો તૂટી પડતા દોડધામ: બાળકોનો આબાદ બચાવ

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં આજે નમતી બપોરે  ઇલેકટ્રિકનો થાંભલો તૂટી પડતાં નાસભાગ મચી ગઇ હતી. સદનશિબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

નવાપુરા પોલીસ ચોકી પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા તે જ વખતે ઇલેકટ્રિકનો થાંભલો એકાએક તૂટી પડતાં કોઇનું ધ્યાન ગયું હતું અને બૂમ પાડતાં બાળકો દૂર ખસી ગયા હતા.

જીવતા વાયરો સાથે થાંભલો તૂટી પડયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળાં ઉમટયા હતા અને માર્ગની અવરજવર બંધ કરાવી હતી. ફાયર બ્રિગેડ અને વીજ કંપનીનો સ્ટાફ આવી જતાં વીજ સપ્લાય બંધ કરીને કામગીરી કરવામાં આવી હતી.

(5:34 pm IST)