Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વડોદરામાં મકાનમાં વિદેશી દારૂને સંતાડ્યો હોવાની પોલીસે બાતમી મળતા દરોડા પાડતા યુવકની ધરપકડ: વધુ તપાસ હાથ ધરવા બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા

વડોદરા:વાડી મહંમદ તળાવ પાસે ક્રિષા રેસીડેન્સીના મકાનમાં વિદેશી દારૂ રાખી વેચતા યુવકને પાણીગેટ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ માટે કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે, પાણીગેટ પોલીસને બાતમી મળી હતી કે, પાણીગેટ કહાર મહોલ્લામાં રહેતા જીજ્ઞોશ રમણીકલાલ કહારે વાડી મહંમદ તળાવ પાસે ક્રિષા રેસીડેન્સીના ત્રીજા માળે મકાન રાખી તેમાં દારૂ છૂપાવી દારૂનો ધંધો કરે છે. જેથી પીઆઇ આર.એસ. બારિયાની સૂચના મુજબ પીએસઆઇ એમ.જી. કરડાણી તથા તેમની ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ પાડીને વિદેશી દારૂની ૬૩ બોટલો કિંમત રૂપિયા ૨૫,૨૦૦ની કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)