Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વડોદરાના વરણામા જર્જરિત મકાનના દસ્તાવેજ સાથે ચેડાં કરવામાં આવ્યા: 64 હજારનો પ્લોટ પચાવી પાડનાર વિરુદ્ધ પોલીસે ચક્રો ગતિમાન કર્યા

વડોદરા: શહેરના વરણામા ગામના જર્જરિત મકાનના દસ્તાવેજમાં ચેડા કરી તેને અકોટાનો દસ્તાવેજ બનાવી ૬૪૬૯ ચોરસ મીટર(૬૪૬૯૦ ચોરસફૂટ આશરે) પ્લોટ પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સિટિ સર્વે કચેરીમાં પણ આ બોગસ દસ્તાવેજના આધારે એન્ટ્રી પાડી દેવામાં આવી હતી જો કે કાવતરુ ખુલ્લુ પડી જતા તેઓની વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે અકોટાનો આ પ્લોટ સોમાભાઇ અમથાભાઇ માળીના નામે ચાલતો  હતો તેઓનું અવસાન થતાં તેમના વારસદારોના નામો સિટિ સર્વે કચેરી દ્વારા તા.૧૭ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ દાખલ થયા હતાં. જો કે આ જ મિલકત અંગે તા.૧૮ જુલાઇ ૧૯૮૧ના રોજ થયેલ દસ્તાવેજની નકલ રજૂ કરી બચુસિંહ રણછોડસિંહ પરમાર (રહે.આનંદીના મુવાડા, તા.સાવલી)એ પણ સિટિ સર્વે કચેરીમાં તા.૨ ફેબુ્રઆરી ૨૦૧૮ના રોજ પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. પોતાની મિલકતમાં અન્ય વ્યક્તિના નામો રેવન્યુ રેકર્ડમાં દાખલ થતાં  સોમાભાઇ માળીના વારસદારોએ સિટિ સર્વે કચેરીની ફેરફાર નોંધ સામે એસડીએમ કચેરીમાં અપીલ કરી  હતી.

(5:32 pm IST)