Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

૫૧ ડેમો ઓવરફલોઃ નર્મદામાં ૮૭.૮૯% પાણીઃ રાજયનો વરસાદ ૯૯.૪%

કચ્છમાં ૧૨૧.પ૬, સૌરાષ્ટ્રમાં ૮૯.૦૨, દક્ષિણ ગુજરાતમાં ૧૧૦.૩૫, મધ્ય ગુજરાતમાં ૯૫.૭૨ અને ઉત્તર ગુજરાતમાં ૮૦.૨૮ ટકા વરસાદ

ગાંધીનગર, તા.૩:ઙ્ગરાજયમાં આ વર્ષે ચોમાસું આશીર્વાદરૂપ રહ્યું છે. રાજયના ૨૦૪ જળાશયો પૈકી ૫૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે. તે ઉપરાંત ૪૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા સુધી ભરાયા છે. મોસમનો સરેરાશ વરસાદ ૯૯.૦૪ ટકા થયો છે. જેમાં કચ્છ અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂકયો છે.

ઙ્ગસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે મળતા અહેવાલ મુજબ ૩ સપ્ટેમ્બર-૨૦૧૯ના સવારે ૬.૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૧૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં લોધીકા, પાલીતાણા અને બોટાદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તે ઉપરાંત આઠ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ, ચીખલી, રાપર ઙ્ગદ્યોદ્યા, જૂનાગઢ, જૂનાગઢ શહેર, ટંકારા અને જોડીયાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ૧૦૫ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળ્યા છે.

ઙ્ગરાજયમાં મોસમનો સરેરાશ ૯૯.૦૪ ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેમાં કચ્છ ઝોનમાં ૧૨૧.૫૬ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૦.૨૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯૫.૭૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૯.૦૨ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.

ઙ્ગરાજયના ૨૦૪ જળાશયો પૈકી ૫૧ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાઇ ગયા છે. તે ઉપરાંત ૪૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૨૫ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૫૫ જળાશયો ૨૫ ટકા થી ઓછા ભરાયા છે. જેમાં ઉત્ત્।ર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૦.૩૭ ટકા જળસંગ્રહ થયો છે, તે ઉપરાંત મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૬.૪૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૯.૯૨ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૯.૨૫ ટકા જળસંગ્રહ થયો છે.ઙ્ગ

ઙ્ગસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી મળેલા અહેવાલ મુજબ સરદાર સરોવર, ઉકાઇ, કડાણા, વણાકબોરી, મચ્છુ-૩, આજી-૪, મચ્છુ-ર, આજી-૩, ઉન્ડ-ર, પાનમ, કરજણ,આજી-ર, ફોફલ-ર, મચ્છુ-૧, મીટ્ટી, ડેમી-૨, છાપરવાડી-૨, લાલપરી, ગોધાતડ અને જવાનપુરા જળાશયોમાં ૮૫થી ૧૦૦ ટકા સુધી જળ સંગ્રહ થયો છે.

(3:31 pm IST)