Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી આરોપી ફરાર: જાપતાના બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

આરોપી સુનિલ વાઘેલાની હાથકડી ખોલી નાખી તેને ટોયલેટ જવા દીધો;અડધા કલાક સુધી બહાર જ આવ્યો

સુરત નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી આરોપી ફરાર થવાનો મામલાએ પોલીસ વિભાગની ઉંઘ ઉડાડી દીધી છે. પોલીસ કર્મીઓએ આરોપી સુનિલ વાઘેલાની હાથકડી ખોલી નાખી તેને ટોયલેટ જવા દીધો હતો.

  જોકે અડધો કલાક વીત્યા બાદ પણ તે બાહર ન આવતા તેની તપાસ કરતા તે ટોયલેટની જાળી તોડીને ફરાર થઇ ગયાની જાણ થઇ હતી. ચોરીનો આ આરોપીના ફરાર થઇ જવાને કારણે જાપતાના બે પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

(11:35 am IST)