Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અમદાવાદ સાબરમતી જેલમાં ઝવેરચંદ મેઘાણીની ૧૨૩મી જન્મજયંતિએ ભાવાંજલી અર્પણ

રાજકોટઃ ૧૯૩૦ આઝાદીની લડત વખતે અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (અમદાવાદ મધ્યસ્થ જેલ)ના સરદાર યાર્ડ ખાતે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે રખાયેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીની જેલ સ્મૃતિ કુટિરની સ્થાપના જેલ પ્રશાસન તથા ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેદ્યાણી સ્થાપિત ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનલૃ દ્વારા થઈ છે. આથી પ્રેરાઈને ૧૨૩મી મેદ્યાણી-જયંતી નિમિત્ત્।ે સાબરમતી જેલ ખાતે ઝવેરચંદ મેદ્યાણીને ભાવાંજલિ અર્પણ થઈ હતી. પ્રાંગણમાં આવેલ ઐતિહાસિક લીંબડો જેની નીચે બેસીને ઝવેરચંદ મેદ્યાણી જેલવાસ દરમિયાન લખતા-વાંચતા ત્યાં પણ શ્રધ્ધા-સુમન અર્પણ કરાયાં હતાં.

જેલ અને સુધારાત્મક વહીવટના નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. એસ. કે. ગઢવી (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક મનોજ નિનામા (આઈપીએસ) અને નાયબ અધિક્ષક પી. બી. સાપરા, ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર પિનાકી મેદ્યાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશ ભાતેલીયાની વિશેષ ઉપસ્થિતિ રહી. મોટી સંખ્યામાં બંદીવાન ભાઈઓની હાજરી રહી હતી. ખ્યાતનામ લોકગાયક નીલેશ પંડ્યાએ ઝવેરચંદ મેદ્યાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનો થકી સ્વરાંજલિ અર્પણ કરી હતી. જેલના સંગીત શિક્ષક વિભાકરભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ બંદીવાન ભાઈઓએ પ્રાચીન ભજનોની  હ્ય્દયસ્પર્શી રજૂઆત કરી હતી.

૯ માર્ચ ૧૯૪૭એ ઝવેરચંદ મેદ્યાણીનું બોટાદ ખાતે અવસાન થયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ભાવભરી અંજલિ આપી હતી ૅં સ્વ. ભાઈ ઝવેરચંદ મેદ્યાણી ભારતના સ્વતંત્રતા-યુદ્ઘના એક અગ્રગણ્ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. એમના અચાનક ચાલી જવાથી ભારે ખોટ પડી છે. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતા માટે તેઓ જિંદગીભર લડ્યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા.૧૯૪૫માં પ્રગટ થયેલ ગુજરાતના મૂક સેવક રવિશંકર વ્યાસ 'મહારાજ'ના જીવન અને કાર્યને આલેખતી કૃતિ 'માણસાઈના દીવા' ને ઝવેરચંદ મેદ્યાણીએ સરદાર સાહેબને સાદર અર્પણ કરી હતી. આથી સરદાર યાર્ડમાં વિશેષ સ્મૃતિરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની દુલર્ભ તસ્વીરોની સ્થાપના પણ આ અવસરે કરાઈ હતી.

વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેદ્યાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી ભાવાંજલિ નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. એસ. કે. ગઢવી તથા જેલ અધિક્ષક મનોજ નિનામાએ આપી હતી. આઝાદીની લડત સમયે ઝવેરચંદ મેદ્યાણીને સાબરમતી જેલમાં રખાયા હતા તેમજ એમનો ચોટીલાની પોલીસ-લાઈનમાં પોલીસ-પરિવારમાં જન્મ થયો

હોવાથી સહુ સવિશેષ ગૌરવ અનુભવે છે તેમ પણ જણાવ્યું હતું. સાબરમતી જેલ સાથેનાં ઝવેરચંદ મેદ્યાણીનાં સંભારણાંને પિનાકી મેદ્યાણીએ વાગોળ્યા હતા. ૯૦ વર્ષ બાદ સહુપ્રથમ વખત સાબરમતી જેલ ખાતે ઝવેરચંદ મેદ્યાણીને અનન્ય અંજલિ અર્પણ થઈ તે બદલ જેલ પ્રશાસનનો હ્રદયથી આભાર પણ માન્યો હતો. પોલીસ વિભાગમાં ૩૭ વર્ષની યશસ્વી કામગીરી બાદ વય-નિવૃત્ત્। થઈ રહેલા સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી નાયબ જેલ અધિક્ષક પ્રભુદાસ ભોવનભાઈ (પી. બી.) સાપરાનું ભાવભર્યું અભિવાદન કરાયું હતું. સાબરમતી જેલમાં એક વર્ષનાં ટૂંકા કાર્યકાળ દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સફળતાપૂર્વક અમલ કરીને બંદીવાન ભાઈઓ-બહેનોનો સ્નેહ-વિશ્વાસ એમને સંપાદન કર્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. એસ. કે. ગઢવી તથા જેલ અધિક્ષક મનોજ નિનામાએ પણ એમને બિરદાવ્યા હતા. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામના મૂળ વતની અને ખેડૂત પરિવારમાંથી આવતા પી. બી. સાપરા ૧૯૮૩જ્રાક્નત્ન કોન્સ્ટેબલ તરીકે પોલીસ વિભાગમાં જોડાયા અને સ્વબળે પોલીસ સબ-ઈન્સપેકટર, પોલીસ ઈન્સપેકટર અને નાયબ પોલીસ અધિક્ષક તરીકે બઢતી પામ્યા. રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ, સુરત, વડોદરા (રેલ્વે) ખાતે ફરજ બજાવી ચૂકેલા પી. બી. સાપરાનાં પત્ની લાભુબેન, પુત્રવધુ ડો. બ્રીન્દાબેન પ્રતિકકુમાર, પુત્રી-જમાઈ નિધિબેન-નીરવકુમાર વરૂ, ભાઈ-ભાભી મનસુખભાઈ-કીર્તિબેન, સસરા નાથાભાઈ કાચા, વેવાઈ હરિભાઈ વેગડ, સાઢુભાઈ વી. એમ. સોલંકી અને સુરેશભાઈ ચાવડા સહિત બૃહદ પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો. અમદાવાદ-સાબરમતી જેલ તથા રાજકોટ-પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ઝવેરચંદ મેદ્યાણીના સ્મૃતિ-સ્થળની સ્થાપનામાં પી. બી. સાપરાનો સવિશેષ સહયોગ રહ્યો છે.

આલેખન

પિનાકી નાનકભાઈ મેદ્યાણી

ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:29 am IST)