Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ઉકાઈ ડેમમાંથી અધધધધ પાણી છોડાયું :છેલ્લા 25 દિવસમાં 3,946 એમસીએમ ક્યુસેક દરિયામાં છોડાયું

સુરતને 10 વર્ષ ચાલી શકે તેટલુ પાણી દરિયામાં છોડી દેવાયુ

તાપીમાં વરસાદ થતા ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. વધુ પાણી હોવાના કારણે ઉકાઈ ડેમમાં છેલ્લા એક મહિનામાં અધધ પાણી દરિયામાં છોડવામાં આવ્યુ છે. છેલ્લા 25 દિવસમાં ડેમમાંથી 3 હજાર 946 એમસીએમ પાણી દરિયામાં છોડી દેવાયું છે.

  સુરતને વર્ષે પીવા માટે 400 એમસીએમ પાણીની જરૂરીયાત છે. જ્યારે ખેતી માટે 3500 એમસીએમ પાણીની જરૂરિયાત છે. એક જ મહિનામાં 3 હજાર 946 એમસીએમ ક્યુસેક પાણી છોડાયું છે. સુરતને 10 વર્ષ ચાલી શકે તેટલુ પાણી દરિયામાં છોડી દેવાયુ છે. જ્યારે ખેતી માટે એક વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં વહ્યુ છે.

(11:26 am IST)