Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સુરતના ડુમસમાં હોટલમાં જમ્યાં બાદ જીએસટી અધિકારી હોવાની કહી બિલ નહિ ચુકવતા ચાર શખ્સો પોલીસ હવાલે

હોટલ માલિકે પોલીસને જાણ કરતા ચારેય નકલી અધિકારીઓનો ભાંડો ફૂટ્યો

 

સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી હોટલમાં જમવા આવેલા ચાર શખ્શોએ  જીએસટી અધિકારી તરીકેની આપી હતી. જમ્યા બાદ ચારેય શખ્શોએ બીલ ચુકવવાની સાથે રોફ દેખાડ્યો હતો. માલિકે પોલીસને જાણ કરતા ચારેય ડુપ્લીકેટ અધિકારીઓનો ભાંડો ફૂટતા પોલીસ હવાલે કરવામાં આવ્યાં હતાં. ડુમસ પોલીસે ગુનો નોંધી ચારે લોકોની ધરપકડ કરી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સુરતના રાંદેર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક શખ્શ  પણ GST અધિકારીના નામે રોફ જમાવતા પોલીસના હાથે ચઢી ગયો હતોતેવામાં આજે ડુમસ વિસ્તારમાં  પૂજા હોટલમાં નોનવેજ જમવા ચાર શખ્શો ગયા હતા અને બાદમાં જમીને પોતે જીએસટીના અધિકારીઓ હોય બીલ નહી ચુકવે તેમ કહીને રોફ પ્રદર્શિત કરવા લાગ્યાં હતાં. જેથી ત્યાં હાજર વ્યક્તિને બાબતે શંકા જતા તાત્કાલિક લોકો પાસે આઈકાર્ડ માંગ્યા હતાં

   આઈકાર્ડ તેમની પાસે મળતાં ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પૂજા હોટલના માલિકે 100 નંબર પર જાણ કરતા થોડીવારમાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ચારેય શખ્શોને ડુમસ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યાં હતાં.ડુમસ પોલીસે ચારેયની પૂછપરછ કરતા તેઓનું જીએસટી સાથે કંઈ લેવા દેવા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તમામ સામે ગુનો નોંધી ધરપકડ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:47 pm IST)