Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

વડનગરમાં વડાપ્રધાન મોદી જ્યાં ચા વહેચતા હતા તેને પર્યટક સ્થળ બનાવાશે : કેબીનને કાચના કવરથી ઠંકાશે

કેન્દ્રના રાજ્યમંત્રી પ્રહલાદ પટેલે લીધી વડનગરની મુલાકાત

 

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલે વડનગરની મુલાકત લીધી હતી. જે મુલાકાત દરમિયાન જાત તપાસ બાદ  દિલ્હીમાં તેમણે જાહેરાત કરી છે કે, વડનગરનો વિકાસ કરવામાં આવેશે. તેમાં પણ જે જગ્યા પર પીએમ મોદી તેના પિતા સાથે ચા બનાવતા અને વહેંચાણ કરતા હતા તે ચાહની કીટલી સહીત વડનગરની વિરસાતોનો ખાસ વિકાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

ગુજરાતના વડનગરમાં ચાની દુકાન પર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં ચા વેચતા હતા. તે પર્યટક સ્થળ તરીકે વિકસિત થવાનું શરૂ થયું છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃત પ્રધાન પ્રહલાદ પટેલે ગત રોજ કેબીન દુકાનની મુલાકત લીધી હતી. જેમાં કોઈ સુધારો કર્યા વિના એજ જૂની તાજગી યથવાત રાખીને તેના મૂળ સ્વરૂપને જાળવવા કાચના કવરથી ઢાંકવાના આદેશ સહીત વડનગરના વિકાસ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.

આમતો વડનગરને પર્યટન કેન્દ્ર બનાવવાનો નિર્ણય 2017માં લેવામાં આવ્યો હતો. પરંતુ વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની દુકાન આવેલી છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત મોદીના જન્મ સ્થાન વડનગરને દુનિયાના નકશા પર લાવવાની વ્યાપક પરિયોજના હેઠળ દુનિયાના પર્યટન કેન્દ્રમાં તબદીલ કરવાની આંખે આખી યોજના છે. જેમાં રેલવે સ્ટેશન નું આંખે આખું લુક તો ચેન્જ થઇ ગયું છે જે રજવાડી ઠાઠ ધરાવે છે જ્યારે તે ચાની દુકાન ને એજ ઈટીજ રાખી ને પર્યટન ને પ્રોત્સહન આપવા નો પ્રયાસ કરવા માં આવ્યો છે.

 

(10:25 pm IST)