Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના ત્રણ આશાસ્પદ વિદ્યાર્થીઓના કરૂણમોત :પરિવારજનોમાં શોકની લાગણી

વીકેન્ડમાં ફરવા નીકળેલા પાંચ મિત્રોને ન્યુ બ્રન્સવિક શહેરના હાઇવે નબર ના 465 પાસે અકસ્માત નડ્યો

કેનેડાના ન્યુ બ્રન્સકવીક શહેરમાં અભ્યાસ માટે ગયેલા ભરૂચ જિલ્લાના 3 આશાસ્પદ વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજયાં છે. મૃતક વિદ્યાર્થીઓ પૈકી એકની ઓળખ જંબુસરની રાણા સ્ટ્રીટમાં રહેતા જૈનિશ રાકેશભાઇ રાણા તરીકે થઇ છે. મૃતકો પૈકી એક ભરૂચનો તથા એક અંકલેશ્વરનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે.

ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા સહિતના દેશોમાં અભ્યાસ માટે જતાં હોય છે. જંબુસરની રાણા સ્ટ્રીટમાં રહેતા રાકેશભાઇ રાણાનો પુત્ર જૈનિશ એન્જીનીયરીંગના અભ્યાસ માટે કેનેડા ગયો હતો. તે ભરૂચ અને અંકલેશ્વરના અન્ય વિદ્યાર્થીઓ સાથે રહેતો હતો. પાંચ જેટલા મિત્રો વીકએન્ડમાં કાર લઇને ફરવા માટે નીકળ્યાં હતાં. કેનેડાની એક ન્યુઝ વેબસાઇટના જણાવ્યા મુજબ ન્યુ બ્રન્સકવીક શહેરના હાઇવે નંબર 2ના 465 એકઝીટ પાસે તેમની કારને અકસ્માત નડયો હતો. કારમાં પાંચ લોકો સવાર હોવાનું મનાઇ રહયું છે. ગંભીર ઇજાના પગલે બે યુવાનોના સ્થળ પર જયારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલ તો સ્થાનિક પોલીસ વધારે તપાસ ચલાવી રહી છે.

બીજી તરફ કેનેડામાં થયેલા અકસ્માતની જાણ તેમના રૂમ પાર્ટનરે ભારતમાં રહેતા પરિવારજનોને જાણ કરતાં તેમના ઉપર આભ તુટી પડયું હતું. મૃતક ત્રણ પૈકી એકની ઓળખ જંબુસરની રાણા સ્ટ્રીટમાં રહેતાં જૈનિશ રાણા તરીકે થઇ છે. અન્ય બે મૃતકોમાંથી એક ભરૂચનો અને એક જંબુસરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહયું છે.

(8:35 pm IST)