Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર કડી અને મણિનગરમાં ઉજવાયો યજ્ઞોપવિત ઉત્સવ

આ પ્રસંગે દેશ-પરદેશથી અનેક હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

વિરમગામ : વિશ્વમાં સનાતન વૈદિક સંસ્કૃતિની સર્વોપરિતા શનૈ: શનૈ: સર્વમાન્યતા મળતી જાય છે. વિજ્ઞાનના કેટલાય ગૂઢ રહસ્યો આજે ભૌતિક જગતમાં પ્રયોગાત્મક સિદ્ધ થતાં જાય છે. આપણી સનાતન પરંપરાનું અનુસરણ, અનુશીલન અને સંતોષ અને વિશ્વ સ્તરે વ્યાપક બનતું જાય છે, ત્યારે આ દિશામાં આપણી જિજ્ઞાસા સતેજ થવી જોઈએ. જો કે વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓમાં આપણા જેવા સંસ્કારો એક યા બીજી રીતે થાય છે, જે  સનાતન વૈદિક પરંપરામાં સોળ સંસ્કાર બતાવ્યા છે. અને સંસ્કારોનું જતન આજપર્યંત થતું આવ્યું છે. જેમકે મુંડન, યજ્ઞોપવિત, વિવાહ, અંત્યેષ્ટિ વગેરે વગેરે... શાસ્ત્રો પણ કહે છે કોઈ પણ કાર્ય અર્થાનુસંધાનથી એટલે કે સમજીને કરવામાં આવે તો તેનું ફળ વિશેષ મળે છે. પોલીસ કે ટપાલી આખા ગામમાં ફરે છે છતાંય  જે પદ્ધતિસરનું અને સમજદારીપૂર્વકનું  જોગીન્ગ કરે તેનું ફળ વિશેષ હોય છે. ભગવાન ના નામની અસર જરૂર છે પણ એક સામાન્ય માણસ ભગવાન બોલવામાં અને એક ઉપાસક કે એક તપસ્વી ભગવાન બોલવા માં ઘણો ફરક પડે છે.

 ગુજરાતની ઐતિહાસિક નગરી સોનાની દડી, કિલ્લે કડી, કસ્બે કડી અને હાલમાં કડી આવા અનેકવિધ નામોથી સુપ્રસિદ્ધ કડી નગરમાં આજથી ૧૨૭ વર્ષ પહેલાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર અજોડ મૂર્તિ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપાએ શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ 101 વર્ષ પહેલાં શ્રી ઘનશ્યામ મહારાજ - શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આરતી ઉતારી હતી. અને નીડર સિદ્ધાંતવાદી સદ્ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત ચરણોથી પાવનકારી બનેલી આ ભૂમિમાં સદગુરૂઓના સમયથી ચાલી આવતો યજ્ઞોપવિતનો સમૈયો આજે સંતો અને હરિભક્તોના વિશાળ સમૂહે ઉત્સાહભેર મહોત્સવની ઉજવણી કરી હતી

  . શ્રી સ્વામિનારાયણ મંદિર કડીમાં શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામીબાપા અને સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાની સમક્ષ યજ્ઞોપવિત ઉત્સવ પ્રસંગે મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનને યજ્ઞોપવિત ધારણવિધિ, સંતો યજ્ઞોપવીત ધારણ કરે અને ત્યારબાદ હરિભક્તોને  યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે.

  યજ્ઞોપવિત  ઉત્સવ પ્રસંગે સંતો હરિભક્તોના પ્રાસંગિક પ્રવચનો, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદ અને ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના દિવ્ય આશીર્વાદ સંભળાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે દેશ-પરદેશથી અનેક હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદ આરોગી સૌએ યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું.તેમ  વંદના નીલકંઠ વાસુકિયા( વિરમગામ) ની યાદીમાં જણાવાયું છે 

(7:43 pm IST)