Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સોજીત્રાના કાસોરમાં નજીવી બાબતે બે શખ્સોએ એકને દંડાથી ઢોર માર માર્યો

સોજીત્રા:તાલુકાના કાસોર ગામની ગોવિંદપુરા સોસાયટીમાં ગત ૨૯મી તારીખના રોજ મીટરનો વાયર બદલવાના મુદ્દે બે શખ્સોએ એકને લાકડાના ડંડાથી માર મારતાં આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


સોજીત્રા તાલુકાના કાસોર ગામની ગોવિંદપુરા સોસાયટીમાં ગત ૨૯મી તારીખના રોજ મીટરનો વાયર બદલવાના મુદ્દે બે શખ્સોએ એકને લાકડાના ડંડાથી માર મારતાં આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. મળતી વિગતો અનુસાર મનુભાઈ ભીખાભાઈ તળપદાએ પોતાના ઘરનો મીટરનો વાયર ક્રેક હોવાથી વાયરમેન બોલાવીને વાયર બદલવાનું કહેતા જ વિષ્ણુભાઈ કેસરભાઈ તળપદાએ ના પાડી હતી અને ગમે તેવી ગાળો બોલીને વિષ્ણુભાઈએ પોતાની પાસેનો ધારીયાનો હાથો કપાળમાં મારી દીધો હતો જ્યારે રમણભાઈ વિષ્ણુભાઈ તળપદાએ લાકડાનો ડંડો છાતીના ભાગે મારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

(2:38 pm IST)