Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

આણંદ જિલ્લામાં પોલીસે જુદા-જુદા 9 સ્થળે દરોડા પાડી 45 જુગારીઓને 35 હજારની મતા સાથે ઝડપ્યા

આણંદ:જિલ્લામાં ગઈકાલે રાતથી આજે સાંજ સુધીમાં પોલીસે કુલ ૯ સ્થળોએ દરોડાઓ પાડીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૪૫ જુગારીઓને ઝડપી પાડીને ૩૫ હજાર ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરી હતી. જ્યારે ત્રણ શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. 

 


આણંદ : પાલિકાનગરમાંથી ૯ ઝડપાયા મળતી વિગતો અનુસાર આણંદ શહેર પોલીસના ડી સ્ટાફના ગઈકાલે રાત્રીના સુમારે માહિતી મળી હતી કે, પાલિકાનગર-૨માં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં પ્રકાશ ઉર્ફે અજય અશોકભાઈ માછી, પ્રકાશભાઈ જેઠાભાઈ વાઘેલા, પ્રકાશભાઈ રમેશભાઈ હરિજન, મનુભાઈ અશોકભાઈ સુથાર, વીરલ અરવિંદભાઈ સુથાર, હર્ષિલ ખુમાનસિંહ ડામોર, લ-મણભાઈ બાબરભાઈ રાવળ, કમલેશભાઈ રામાજી સરગરા અને જયેશભાઈ હરીશભાઈ સોરઠીયા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૩ હજાર તથા અંગજડતીમાંથી ૪૯૧૦ મળીને કુલ ૭૯૧૦ની રોકડ મળતા તે જપ્ત કરવામાં આવી હતી. કાસોરના વાઘરીવાસમાંથી ૯ ઝડપાયા બીજા બનાવમાં ભાલેજ પોલસે કાસોર ગામે આવેલા ટેકરા વાઘરીવાસમાં છાપો મારીને ફુલાભાઈ કાભઈભાઈ ગોહેલ, રામાભાઈ નવીનભાઈ ગોહેલ, અમરીશભાઈ બુધાભાઈ ગોહેલ, સુરેશભાઈ ચુનારા, નટુભાઈ ઉદાભાઈ ચુનારા, વિજયભાઈ જેસિંગભાઈ ચુનારા, અરવિંદભાઈ ઉર્ફે પીન્ટુ કનુભાઈ ચુનરા તથા દિનેશભાઈ બુધાભાઈ ગોહેલને ઝડપી પાડીને ૧૬૮૫ની રોકડ રકમ જપ્ત કરી હતી. વડગામના પરાં વિસ્તારમાંથી ૧ ઝડપાયો, ત્રણ ફરાર ત્રીજા બનાવમાં ખંભાત રૂરલ પોલીસે વડગામના પરાં વિસ્તારમાં આવેલા રવા ઉકાભાઈ બારૈયાના મકાન પાસે છાપો મારતાં કાનજીભાઈ ગફુરભાઈ ગોહેલ (કોળી પટેલ)ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે કાળુભાઈ પસાભાઈ કોળી પટેલ, લ-મણભાઈ જીવાભાઈ બારૈયા અને ભયલાલભાઈ મથુરભાઈ જાદવ ફરાર થઈ ગયા હતા. પોલીસે ૩૪૮૦ની રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

(2:38 pm IST)