Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

બોરસદ-વાસદ નજીક અજાણ્યા વાહનની હડફેટે એક્ટિવા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

બોરસદ:બોરસદ-વાસદ રોડ ઉપર આવેલા યશ વે બ્રીજના કાંટા પાસે આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહનચાલકે એક્ટીવાને ટક્કર મારતાં ચાલકનું કમકમાટીભર્યું મોત થયું હતુ. આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


અકસ્માતની મળતી વિગતો અનુસાર સુંદણ ગામે રહેતો રાજુભાઈ અંબાલાલ સોલંકી સાંજના સુમારે પોતાની બહેનને એક્ટીવા નંબર જીજે-૨૩, એમ-૭૮૬૦ ઉપર બેસાડીને વાસદ બસસ્ટેન્ડે મુકવા માટે ગયો હતો. બહેનને ઉતારીને પરત ફરી રહ્યો હતો ત્યારે યશ વે બ્રીજના કાંટા સામે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ વાહને ટક્કર મારતાં રાજુભાઈને માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ. 

(2:38 pm IST)