Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઉમરેઠના જાખલામાં ત્રણ શખ્સોએ ભેગા મળી કિશોરને માર મારી અપહરણ કરતા ચકચાર

ઉમરેઠ:તાલુકાના જાખલા ગામે રહેતી એક દલિત કિશોરીનું મોગરના ત્રણ શખ્સોએ પરિવારના સભ્યોને અપમાનિત કરીને લાકડાના ડંડાથી માર મારીને રીક્ષામાં અપહરણ કરીને લઈ જતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર મોગર ગામે રહેતો અજયભાઈ રમેશભાઈ પરમાર પોતાના બે સાગરિતો સાથે રીક્ષા લઈને ગત ૩૦મી તારીખના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે જાખલા ગામના હરિજનવાસમાં આવી એક ૧૪ વર્ષ ૮ માસ અને ૨૮ દિવસની ઉંમર ધરાવતી કિશોરીને લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે જબરજસ્તીથી અપહરણ કરીને લઈ ગયા હતા. 

કિશોરીની માતા તથા ઘરના સભ્યો વચ્ચે પડતાં તેઓને અપમાનિત કરીને લાકડાના ડંડાથી માર માર્યો હતો. ત્યારબાદ કિશોરીને એક દિવસ પોતાની પાસે રાખીને બીજા દિવસે જાખલા ગામના બસસ્ટેન્ડે છોડી દઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે કિશોરીની માતાએ ભાલેજ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે એટ્રોસીટી વીથ અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(2:37 pm IST)