Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

નડિયાદ ડિવિઝન સ્ક્વોડે ડભાણ સીમમાં ચાર ઈસમોને જુગાર રમતા રંગે હાથે દબોચ્યા

નડિયાદ: ડિવિઝન સ્કવોર્ડ પોલીસે ડભાણ સીમમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડી જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂપિયા ૪૬૩૨૦ કબજે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


નડિયાદ ડિવિઝન સ્કવોર્ડની પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન માહિતી મળેલ કે ડભાણથી હાથનોલી જવાના રસ્તા ઉપર ખેતરમાં જુગાર રમાય છે. તેથી પોલીસે રેઈડ કરતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા પ્રવિણભાઈ શનાભાઈ ઠાકોર, નવીનભાઈ હરમાનભાઈ પટેલ, સાદીકભાઈ ગનીભાઈ વહોરા, શાંતિલાલ ઉર્ફે પપ્પુભાઈ બંસીલાલ સમધાણી મારવાડી ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી દાવ ઉપર રૂપિયા ૧૦૧૨૦ અંગજડતીમાં રૂપિયા ૩૬,૨૦૦ મળી કુલ રૂપિયા ૪૬,૩૨૦ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(2:37 pm IST)