Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

વસો પોલીસે મિત્રાલમાં જુગાર રમતા 10 શખ્સોને 5 હજાર સાથે ઝડપ્યા

વસો: પોલીસે મિત્રાલ ભુવા તલાવડી વિસ્તારમાંથી જુગાર રમતા દસ ઈસમોને જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. 

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ વસો પોલીસે મિત્રાલ ભુવા તળાવડી સીમમાં મધરાત્રે જુગાર ઉપર દરોડો પાડ્યો હતો. આ દરોડામાંં જુગાર રમતા હિંમતભાઈ ઉર્ફે અતુલભાઈ નટુભાઈ સોલંકી, અલ્પેશભાઈ નટુભાઈ સોલંકી, ગોવિંદ રમણભાઈ પરમાર, કલ્પેશ રમેશભાઈ વાઘેલા, સુરેશ ભાનુભાઈ સોલંકી, અશોક ઉર્ફે ગોવિંદ રમણભાઈ પરમાર,સુરેશભાઈ ફતાભાઈ પરમાર, મનુભાઈ હરમાનભાઈ સોલંકી, પ્રકાશભાઈ ગોરધનભાઈ સોલંકી, ધનજીભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ સોલંકી તથા સુરેશભાઈ શીવાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો પત્તા પાનાના દાવ ઉપરથી રૂપિયા ૪૬૦ અંગજડતીમાંથી રૂપિયા૪૮૦૦ મળી કુલ રૂપિયા ૫૨૬૦ કબજે કર્યા હતા. 

આ બનાવ અંગે વસો પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(2:37 pm IST)