Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ખેડા જિલ્લામાં પોલીસે શ્રાવણીયા જુગારધામ પર દરોડા પાડી 33 શકુનિઓની ધરપકડ કરી

ખેડા: જિલ્લામાંથી પોલીસે નડિયાદ પશ્ચિમ, મહેમદાવાદ, હેરંજ તેમજ નેશ ગામે શ્રાવણીયા જુગાર ઉપર રેઈડ કરતા જુગાર રમતા ૩૩ શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે ચારેય સ્થળેથી મળી કુલ રૂ. ૩,૨૪,૬૭૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.નડીઆદમાંથી ૬ શખ્સો ૨૩ હજારની રોકડ સાથે ઝડપાયા 

 


એલસીબી ખેડા પોલીસે નડિયાદ પશ્ચિમ માઈ મંદિર રોડ ઉપર આવેલ શંકરાચાર્ય સોસાયટીમાં રહેતા અમિતભાઈ જશભાઈ રાજના ઘરમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા રેઈડ કરી હતી. આ રેઈડ દરમ્યાન અમિતભાઈ જશભાઈ રાજ, વિશાલકુમાર રાજેન્દ્રભાઈ પટેલ, અર્પણ ઉર્ફે અપ્પુ પ્રફુલ્લભાઈ પટેલ, સંજય ગુલાબસિંહ ઠાકોર નીતિનભાઈ ઉર્ફે ભયલુ પરસોત્તમભાઈ ભટ્ટને હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ પરથી રૂ. ૪૦૫૦, અંગજડતીમાં રૂ. ૧૯૧૦૦ તથા મોબાઈલ નં. ૫ રૂ. ૪૯૦૦૦ તથા મોટર સાયકલ નં. ૩ રૂ. ૧,૬૦,૦૦૦ની મળી કુલ રૂ. ૨,૩૨,૧૫૦નો મુદ્દામાલ તથા જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. આ બનાવ અંગે એલસીબીની ફરિયાદ આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો ગાખલ કરવામાં આવ્યો હતો. 

(2:36 pm IST)