Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

અમદાવાદમાં પાટીદાર નેતા નચીકેત મુખી સહિત 12 શખ્શો જુગાર રમતા ઝડપાયા

2.66 લાખની રોકડ,મોબાઈલ અને વાહનો સહિત 5.50 લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ :શ્રાવણ મહિનામાં એક તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલ સમાજના હિત માટે આમરણ ઉપવાસ પર બેઠો છે ત્યારે બીજો પાટીદાર નેતા નચિકેત મુખી જુગાર રમતા ઝડપાયો છે. તેની સાથે બીજા 11 લોકો પણ ઝડપાયા છે.

 રામોલ પોલીસે વસ્ત્રાલના વકીલ એસ્ટેટમાં છાપો મારી જુગારીઓ ઉપરાંત 2.66 લાખની રોકડ તથા મોબાઈલ અને વાહનો સહિત કુલ 5.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(2:14 pm IST)