Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

રાજયના ૧૦૯ તાલુકાઓમાં ઝરમરથી ૧II ઇંચ વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી તા.૩: જન્માષ્ટમીના પાવન પર્વ વેળાએ મેઘરાજા રાજયના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસતા મેળામાં રસિયાઓની રંગતમાં ભંગ પડી રહયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા જોઇએ તો... ધોરાજી ૩૮ મી.મી., ચીખલી ૩૭ મી.મી., વધઇ ૩૬મી.મી. કુતિયાણા ૩૩ મી.મી., હાંસોટ ૩૧ મી.મી., માણાવદર ૨૮ મી.મી., ગણદેવી ૨૭ મી.મી.,માંગરોળ ૨૬ મી.મી. અને માળિયા ૨૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

પોરબંદર ૨૪ મી.મી., ભરૂચ ૨૩ મી.મી., મોડાસા ૨૨ મી.મી., રાણાવાવ-જુનાગઢ-અંકલેશ્વર અને જુનાગઢ સીટી ૨૧-૨૧ મી.મી., વાલોળ-કામરેજ અને વાસંદા ૨૦-૨૦ મી.મી. તો જામનગર અને મેંદરડા ૧૯-૧૯ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જામકંડોરણા-ડોલવડા અને સુબીર ૧૮-૧૮ મી.મી., ઉપલેટા-લાલપુર-તાલાળા અને સાવરકુંડલા ૧૭-૧૭ મી.મી., ભેંસાણ-વંથલી અને વિસાવદર ૧૬-૧૬ મી.મી. વડીયા અને ઝઘડીયા ૧૫-૧૫ મી.મી., જામજોધપુર- કેશોદ અનેવ્યારા ૧૪-૧૪ મી.મી., જેતપુર અને જલાલપોર ૧૩-૧૩ મી.મી., લીલીયા-મહુવા-ખેરગામ અને સુરત સીટી ૧૨-૧૨ મી.મી.તો બગસરા અને નાંદોદ ૧૧-૧૧ મી.મી., ગોંડલ-કોટડા સાંગાણી અને રાજકોટ ૧૦-૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના ૬૧ તાલુકામાં ઝરમરથી ૯ મી.મી. સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.(૧.૨૪)

 

(12:20 pm IST)