Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

શ્રી ઉમિયાધામ સંસ્થાનની જનરલ બેઠકમાં હાર્દિક પટેલની માંગણીને સમર્થનને લીલીઝંડી

સુપ્રીમ કોર્ટમાં થયેલી છ જેટલી અરજીઓમાં વકીલોના ખર્ચથી લઈને થનાર કાર્યવાહીમાં સહયોગી થવાનું જાહેર

ઊંઝામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની મળેલી જનરલમાં હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપવા માટેના ઠરાવને લીલીઝંડી આપવાની સાથે સાથે પાટીદારોને અનામત માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી છ જેટલી અરજીઓમાં વકીલોના ખર્ચથી લઈને થનાર કાર્યવાહીમાં સહયોગી થવાનું જાહેર કર્યું  છે.

  આ ઉપરાંત હરિદ્વારની જેમ અંબાજી ખાતે પાંચેક કરોડના ખર્ચે નવું વિશ્રાંતિગૃહ બનાવવા કાર્યવાહી શરૂ કરી છે. પાટીદાર અનામત અાંદોલનને ટેકો જાહેર કરતાં ઉત્તર ગુજરાતમાં હાર્દિકને સમર્થન મળવાની શરૂઅાત થઈ છે. અેસપીજીઅે પણ ટેકો જાહેર કરી દીધો છે. અાગામી દિવસોમાં અા મામલો વધુ વકરે તેવી સંભાવના છે.

(1:50 pm IST)