Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હાર્દિક પટેલના ઉપવાસનો 10મોં દિવસ :મેડિકલ ચેકઅપનો કર્યો ઇન્કાર

સોલા સિવિલની તબીબોની ટીમ ચેકઅપ કર્યા વિના પરત ફરી

અમદાવાદ :ખેડૂતોને દેવા માફી અને પાટીદારોને અનામતને લઈને હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ યથાવત છે.આજે ઉપવાસનો 10મો દિવસ છે ત્યારે હાર્દિકે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઈનકાર કર્યો છે. એટલે સોલા સિવિલની તબીબોની ટીમ ચેકઅપ કર્યા વિના પરત ફરી છે.

 બીજી તરફ સરકારની તાનાશાહી અને પોલીસ તંત્રના વિરોધમાં હાર્દિક પટેલના સમર્થકો મુંડન કરાવી રહ્યા છે. ગઈકાલે હાર્દિકની તબિયત ખરાબ થઈ હતી. તેણે ચક્કકર આવવાની ફરિયાદ કરી હતી.

(12:13 pm IST)