Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

આર. ટી. ઓ. માં ઓનલાઇન પેમેન્ટથી હવે માત્ર ૧૦ દિવસમાં આર.સી. બુક મળશે

કાર્યશૈલી ઝડપી બને તે માટે સરકારનું આયોજન આ રીતે ૧૦ દિવસમાં મળશે આર.સી. બુક

ગાંધીનગર :. વાહન રજિસ્ટ્રેશન, નંબર  જનરેશન, એપ્રુઅલ અને ઇન્સ્પેકટશનથી માંડીને આરસી બુક મેળવવા સુધીની પ્રોસેસમાં અગાઉ એક મહિનાથી પણ વધારે સમય લાગતો હતો. રાજયના વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવે આ સમગ્ર કામગીરી ઝડપભેર પૂરી કરીને ૧૦ દિવસમાં આરસી બુક વાહન ધારકને મળી રહે તે પ્રકારનું આયોજન કરાઇ રહ્યું હોવાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. વાહન વ્યવહાર વિભાગ દ્વારા તમામ આરટીઓમાં ઓનલાઇન પેમેન્ટ સીસ્ટમ લાગુ કરવાથી અગાઉ જે અગવડ ઉભી થતી હતી તે દૂર થઇ છે. તેમજ ઓગસ્ટ એક જ મહિનામાં ટેકસ અને ફી અંતર્ગત કુલ ૧પ૪.ર૪ કરોડ રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ જમા થયું હતું.

ઓનલાઇન પેમેન્ટને કારણે નવું વાહન ખરીદનારના ડોકયુમેન્ટ ડીલર તરફથી એક દિવસમાં આરટીઓને પહોંચાડવામાં આવે તો આરટીઓ તરફથી એક જ દિવસમાં એપ્રુઅલ, વેરિફીકેશન અને ઇન્સ્પેકટરની પ્રક્રિયા પુરી કરી લેશે. બે દિવસ વાહનના નંબર જનરેશનમાં, બે દિવસ આરસી બુકના પ્રિન્ટીંગમાં અને ૩ થી ૪ દિવસ આરસી બુકને વાહન ધારક સુધી પહોંચતા થશે. આમ, ૧૦૦ દિવસની અંદર જ આરસી બુક વાહન ધારક સુધી પહોંચી જશે.

(12:05 pm IST)