Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

નર્મદા ડેમની જળસપાટી 122,64 મીટરે પહોંચી :દરકલાકે 4 સેમીનો વધારો :અન્ય રાજ્યને પાણી આપવા સક્ષમ :પાવર હાઉસના બે યુનિટ ચાલુ કરાયા

   ફોટો narmada

અમદાવાદ :સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઇ રહયો છે :ઉપરવાસ માંથી સતત પાણીની અવાક થતા ડેમ સપાટી માં વધારો થઇ રહયો છે ઉપરવાસ માંથી 58917 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે હાલ ની ડેમ સપાટી 122.64 મીટર પર પહોંચી છે હાલમાં ડેમ 75 ટકા ભરાયો છે

 ડેમ 121.92 મીટર પાર ડેમ દરવાજા ન હોત તો 1.5 મીટર થી ડેમ ઓવરફ્લો હોત,ડેમ માં દર કલાકે 4  સેમી નો વધારો થઈ રહ્યો છે ડેમ આજે ગુજરાત સહિત અન્ય રાજ્યો ને પાણી આપવામાં સક્ષમ બન્યો છે ડેમ નું CHPH પાવર હાઉસ નું એક યુનિટ ની જગ્યા એ 2 યુનિટ ચાલુ કરાયા છે 

(9:35 am IST)