Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

દાહોદના દેવગઢ બારીયામાં પોલીસ કોન્સ્ટેબલનો ગળેફાંસો ખાઈને આપઘાત:અરેરાટી

દાહોદના દેવગઢ બારીયામાં એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતાં પોલીસ લાઇનમાં અરેરાટી વ્યાપી ગઇ છે. વિનોદ બારીયા નામના પોલીસમેને પોતાના ઘરમાંજ ગળે ફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

  પોલીસમેને શા માટે ગળે ફાંસો ખાધો તે તાત્કાલીક જાણવા મળ્યું નથી. વિનોદની આત્મહત્યાથી તેના ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:48 pm IST)