Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

હાર્દિક પટેલને મળવા પહોંચેલા સમર્થકોની પાછળ દોડી પોલીસ :હળવો લાઠીચાર્જ

રવિવારે મહિલાઓ સહીત મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા :લોકોને વિખેરવા પોલીસની કાર્યવાહી

અમદાવાદમાં ગ્રીન વુડ રિસોર્ટ બહાર હાર્દિકને મળવા પહોંચેલા હાર્દિકના સમર્થકોને વિખેરવા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિકને મળવા પહોચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી.

   જોકે હાર્દિકના નિવાસસ્થાન બહાર મોટી સંખ્યામાં એક્ઠા થયેલા લોકોને વિખેરવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ હાર્દિકના નિવાસ સ્થાને કોઈને જવા દેવા માગતી નથી. કારણ કે સરકાર જાણે છે કે હાર્દિકના આંદોલનમાં જો મોટી સંખ્યામાં લોકો એકઠા થશે તો આંદોલન સરકાર માટે જ મુશ્કેલી ઉભી કરી શકે છે.

(7:18 pm IST)