Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

સુરતના કતારગામમાં એટીએમમાં ચોરીનો પ્રયાસ કરતા ત્રણ શખ્શો રંગેહાથ ઝડપાયા કટર સહિત અન્ય સાધનો કબજે

સુરત :શહેરના કતારગામ વિસ્તારમાં ધોળકીયા ગાર્ડન સામે આવેલા એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનાર ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં અનિલ ગીરી, શૈલેષ વાઘેલા અને અલતાફ સમાનો સમાવેશ થાય છે.

    આ ત્રણેય શખ્સોએ બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાંથી નાણા કાઢવાનું કાવતરૂ ઘડ્યું હતું. જોકે, પોલીસે ઘટના સ્થળેથી ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે એટીએમ તોડવાનું કટર સહિત અન્ય સાધનો કબજે કરી ત્રણેય આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:07 pm IST)