Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મહેસાણામાં પરવાનગી વગર ઉપવાસ કરતા પાટીદાર આગેવાનોની અટકાયત

હાર્દિક પટેલના સમર્થનમાં રાજ્યભરમાં પ્રતિક ધરણા: અટકાયતને લઈને સમાજે ૐ નમઃ સિવાયની ધૂન કરી

મહેસાણામાં પરવાનગી વગર ઉપવાસ શરૂ કરનારા પાટીદાર સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે. હાર્દિક પટેલના સમર્થનમાં રાજ્યભરમાં પ્રતિક ધરણા ચાલી રહ્યા છે.

પાટીદારોના ગઢ એવા મહેસાણામાં હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ધરણાં કરવાનું નક્કી કરાયું હતું. જોકે, ધરણા કાર્યક્રમને મંજૂરી મળી હતી પરંતુ તેમ છતાં ધરણાં શરૂ કરતા પોલીસે પાટીદાર સમાજના આગેવાની અટકાયત કરી છે. પાટીદાર આગેવાનો ઉપવાસ પર બેસતા મોઢેરા રોડ પર પોલોસ કફલો ખડકાયો. 10 જેટલા પાટીદાર આગેવાનોની અટકાયતને લઈને સમાજે નમઃ સિવાયની ધૂન કરીહતી .

(6:20 pm IST)