Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

આરોગ્ય વિભાગ દ્વારા 3000 જેટલા સ્ટાફ નર્સ બહેનો-ભાઈઓની આરોગ્ય કર્મચારી તરીકે નિયુક્તી કરાશે

શુક્રવારે રોજગાર દિવસે અપાશે નિમણુંક પત્ર : 1432 સ્ટાફ઼ નર્સ બહેનો-ભાઈઓની વતન કે પરિવારના રહેઠાણ નજીક બદલી પણ અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો મહત્વનો નિર્ણય

id="m_5498512893086429987gmail-:1wr">
અમદાવાદ : આરોગ્ય વિભાગ દ્વારા 3000 જેટલા સ્ટાફ નર્સ બહેનો-ભાઈઓની રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારી તરીકે નિયુક્તી કરી 6 ઓગસ્ટ, 2021 “રોજગાર દિવસ"ના રોજ નિમણુંક પત્રો આપવામાં આવશે.
વધુમાં રાજ્યમાં કરજ બજાવતા 1432 સ્ટાફ઼ નર્સ બહેનો-ભાઈઓ અત્યારે જ્યાં કરજ બજાવે છે ત્યાંથી તેમના વતન કે પરિવાર નજીક બદલી આપવા માટે 1432 જેટલા કર્મચારીઓએ
 
નાયબ મુખ્યમંત્રીરી નીતિનભાઈ પટેલ સમક્ષ પોતાની પસંદગી પ્રમાણેના સ્થળોએ જવા બદલી માટે માંગણી કરેલ હતી જેને ધ્યાને રાખી કોરોના વોરિયર્સ દ્વારા કોરોના મહામારી દરમ્યાન કરેલ કામગીરીની કદર કરવા આ તમામ કર્મચારી ભાઇ-બહેનોની તેમણી માંગણી પ્રમાણેના સ્થળોએ બદલીના હુકમો કરવામાં આવેલ છે.
(10:56 pm IST)