Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પરીણિતાના પ્રેમમાં પાગલ કિશોરે જીવન ટૂંકાવી દીધુ

સુરતમાં પ્રેમમાં પાગલ કિશોરનું અંતિમ પગલું : ૧૬ વર્ષનો છોકરો તેના ગામમાં રહેતી પરિણીત મહિલાના પ્રેમમાં સરી પડતાં તેને ધમકાવીને અલગ કરાતાં લાગી આવ્યું

 

સુરત, તા. : પ્રેમ જેવી ઘટના કે કોઈના ડરાવવાના ધમકાવાના કિસ્સામાં કિશોર અવસ્થામં રહેલી વ્યક્તિના માનસ પર ખરાબ અસર પડતી હોય છે. આવું સુરતમાં બનેલી એક કિસ્સામાં સામે આવ્યું છે કે જેમાં પ્રેમમાં પડેલા કિશોરને જ્યારે પરિણીત મહિલાથી દૂર કરવામાં આવ્યો તો તેને વાતથી ભારે આઘાત લાગી ગયો હતો.

આઘતમાં સરી પડેલા કિશોરે જીવન ટૂંકાવ્યું છે. અંગે પોલીસ દ્વારા વધારે તપાસ કરવામાં આવી રહી છે. સુરતના સચિવ વિસ્તારમાં ૧૬ વર્ષના કિશોરે પ્રેમ પ્રકરણમાં નિષ્ફળતા મળવાના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ટના કંઈક એવી છે કે ૧૬ વર્ષનો છોકરો તેના ગામમાં રહેતી પરિણીત મહિલાના પ્રેમમાં સરી પડ્યો હતો. કિશોરા વસ્થામાં હોવાથી યુવકને ધમકાવીને પરિણીતાથી અલગ કરવામાં આવ્યો હોવાથી તેને વાતનું ભારે દુઃખ લાગી ગયું હતું જેના લીધે તેણે ખોટું પગલું ભરી લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહિલા પહેલાથી પરણેલી હતી એવામાં કિશોર તેના પ્રેમમાં પડતા બે પરિવાર માટે મુશ્કેલી ઉભી ના થાય તેને ધ્યાનમાં રાખીને યુવકને પરિણીતાથી દૂર કરીને સુરતમાં લવાયો હતો જ્યાં તેણે એકલતા ના જીરવી શકતા આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. યુવક મહિલાને ભૂલી શક્યો નહોતો અને તેને પામવા માગતા હતો પરંતુ સમાજના બંધનોના લીધે આમ થઈ શકે તેમ નહોતું,

જેના લીધે ૧૬ વર્ષના છોકરાએ ના કરવાનું કર્યું છે. પરિણીતાના પ્રેમમાં પડેલા કિશોરે કરેલા આપઘાતના કેસમાં પોલીસ દ્વારા વધારે તપાસ શરુ કરવામાં આવી રહી છે, જેમાં પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવી રહ્યું છે. હવે યુવકને કોઈએ ડરાવ્યો કે ધમકાવ્યો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વિસ્તારથી તપાસ કરવામાં આવશે ત્યારે વિગતો સામે આવશે.

હાલ તો યુવકના મૃતદેહને લઈને પંચનામું કરીને પોલીસ દ્વારા આપઘાતના કારણને જાણવાની તપાસ કરવામાં આવી રહી છે. કેસમાં પરિણીત મહિલા દોષી છે કે કેમ અથવા પરિવારના સભ્યો છોકરાએ ભરેલા પગલા માટે જવાબદાર છે કે નહીં તે અંગે પણ ઊંડી તપાસ કરવામાં આવશે. કેસમાં પરિવાર સહિત તેની પાડોશમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરીને કેસને ઉકેલવાની કોશિશ કરવામાં આવી શકે છે.

(7:24 pm IST)