Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વિરમગામ ટાઉન હોલ અને હાંસલપુર ખાતે 'અન્નોત્સવ’ કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત અનાજનું વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  વૈશ્વિક સ્વાસ્થ્ય મહામારી કોરોના સંક્રમણની વિકટ સ્થિતિમાં દેશના કોઈ પણ ગરીબ પરિવારને ભૂખ્યું ના રહેવું પડે અને સમયસર આવશક્ય અનાજ મળી રહે તેવા "અંત્યોદય"ના ભાવ સાથે રાષ્ટ્રીય સ્તરે શરૂ કરવામાં આવેલ 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અંતર્ગત ગુજરાતના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સંવાદ કર્યો હતો. ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 'અન્નોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ,અધિકારીઓ, આગેવાનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
     આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિરમગામના હાસલપુર ખાતે અમદાવાદ જીલ્લા ભાજપ  મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો જિલ્લા સદસ્ય તાલુકા સદસ્ય અને સરકારી અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં લાભાર્થીઓ ને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

(7:06 pm IST)