Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક જન્મદિવસની ઉજવણી કરવા જવું પરિવારને ભારે પડ્યું:તસ્કરો 1.40 લાખની મતા ચોરી છૂમંતર.....

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા ઉકાજી ના વાડિયા માં રહેતા રિદ્ધિ બેન કહાર  મકાનને તાળું મારી પરિવાર સાથે પાણી ગેટ ખાતે રહેતા ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે પાડોશીએ રિદ્ધિબેનને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. તપાસ કરતાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. અને ઘરમાં તિજોરીનો સામાન વેરવિખેર જણાય આવ્યો હતો. બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો રૂ 80 હજારની કિંમતના સોના ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા 60 હજાર મળી કુલ 1.40 લાખની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનું બહાર આવ્યું હતું.

વડોદરાના વાઘોડિયા રોડ નજીક વિદેશ જવાની લાલચ આપી 3.75 લાખ પડાવી લેનાર ફાઇનાન્સ કંપનીના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સુરભી પાર્ક સોસાયટીમાં રહેતા રૂપેશ પટેલ ફાઈનાન્સ કંપની એજન્સી ધરાવે છે. તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે , નોકરી અર્થે વિદેશ જવા માટે સચિન કિરીટભાઈ ભાઈ ( રહે- સિલ્વર લિફ્ટ ડુપ્લેક્સ ,સોમા તળાવ ,વડોદરા) અને મૃગેશ અજીતભાઈ પટેલ ( રહે - સ્વસ્તિક રેસીડેન્સી ,ઘોડાસર, અમદાવાદ ) નો સંપર્ક સાધ્યો હતો. ઉપરોક્ત બંને ઈસમોએ લંડનના  વિઝા તથા કંપનીમાં નોકરી આપવાની લાલચે ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 3.75 લાખ પડાવી લીધા હતા. તથા ફરિયાદીના મિત્ર નિખિલ ડભોઇ રોડ ગણેશનગર નજીક ફોર વીલર રીપેરીંગ નું ગેરેજ ધરાવે છે. તેમની પાસેથી પણ  યુકેના વિઝા અપાવવાના બહાને 4.59 લાખ પડાવી આજ દિન સુધી વિઝા તથા નોકરી અપાવી શકયા નથી.

(6:23 pm IST)