Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોરોના વેકિસન માફક સંજીવની સમી સાયબર વેકિસન વિશે તમે જાણો છો,? ગુજરાતના નવતર પ્રયોગમા ડોકિયું

પોલીસ માફક લોકોને પણ તમામ કોઠા વીંધી શકે તેવા કાબિલ બનાવવા માટે તેમને સરળ ભાષામાં જ્ઞાન આપી તેમના જ્ઞાનની કસોટી કરી મહાનુભાવો હસ્તે ઇનામો અને સટિફીકેટથી નવાજવામાં આવશે : ડ્રગ્સ અભિયાનની લોક સહકારથી મળેલ સફળતાથી પ્રોત્સાહિત થયેલા સુરતના સીપી અજય કુમાર તોમર મને છે કે પીએમના ડિજિટલ ઇન્ડિયા મંત્ર અનુસાર પ્રત્યેક નાગરિકે તેનો બોહડો ઉપયોગ કરવા સાથે સાયબર માફીયાઓ તેની આડ અસર ન ફેલાવે તે જાગૃતિ પણ જરૂરી છે.

રાજકોટ તા.૩, સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમરની તેમના આઇપીએસ કારકિર્દીથી એક ખાસિયત રહી છે કે લોક સમૂહને સ્પર્શતી સમસ્યાના મૂળ ? સુધી પહોંચી તેના નિકાલ માટે પ્રથમ પોલીસને જાગૃત કરી લોકોનો વિશ્વાસ સંપાદન કરી તેનો નિકાલ ખુદ લોકોને જ જાગૃત કરી ને કરવો, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આવી કાર્ય પદ્ધતિ લોક અભિયાન જ બની જતી હોય છે, આવા આ સિનિયર આઇપીએસ દ્વારા સુરતને ડ્રગ્સ મુકત બનાવવાનું અભિયાન ચલાવ્યા બાદ હવે એક નવું અભિયાન આરંભ્યું છે.

 આ અભિયાન એટલે સાયબર ક્રાઈમ સામે લડવા માટે કોરોના મહામારીમાં જે રીતે વેકિસન જરૂરી છે તેમ સાયબર ક્રાઈમ માટે પણ લોકોએ જે રીતે કોરોના ગાઈડ લાઇન ખૂબ સમજી વિચારી તેનું પાલન કર્યું તેવો મહદઅંશે ઉગરી ગયા , સાયબર ક્રાઇમ અને સાયબર માફીયાઓ સામે લડવા માટે કોઈ સાયબર સંજીવની હોય તો પોલીસ તંત્રના ટોચના અધિકારીઓથી માંડી પોલીસ ફોજના સિપાહીને સાયબર ક્રાઈમ અંગેની વિસ્તૃત જાણકારી.

 અજય કુમાર તોમરે સુરતના દરેક પોલીસ મથકના પીએસઆઈ થી માંડી સ્ટાફને તાલીમ આપવાનો પ્રારંભ કર્યો છે,વાત અહીથી અટકતી નથી પણ સાચી વાત અહીથી જ  શરૂ થાય છે.

 ગુજરાતમાં સર્વ પ્રથમ પ્રારંભ થયેલ આ પ્રયોગ અંતર્ગત લોકોને પણ સાયબર ક્રાઈમ કેવી રીતે થાય છે? તેમની કાર્યપદ્ધતિ કેવી હોય છે તે બાબતે ઓન લાઇન જ્ઞાન આપી ત્યારબાદ લોકો ખરેખર આ બાબત કેટલા જાગૃત થયા છે તે માટે એક માસ સુધી લોક જાગૃતિ જેને સાયબર સંજીવની જેવું ખૂબ સરસ નામ આપવામાં આવ્યું છે તેનું આયોજન કર્યું છે, ડિજિટલ ઇન્ડિયા મંત્ર અંતર્ગત પીએમનું સ્વપ્ન પણ વધુ ઉપયોગથી સાકાર થાય અને લોકો ભોગ પણ ન બંને તેવો હેતુ મુખ્ય છે,.                

 સાયબર સંજીવની અર્થાત્ વેપાર રોજગાર કરતા લોકો પણ સાયબર માયાજાળ કોઠા વીંધી તો જ બહાર આવે જો તેઓ દ્વારા સાયબર ક્રાઈમ સામે જાગૃતિ અને અમર રાખે તેવી વેકિસન લીધી હોય, માટે જ સમાજના તમામ વર્ગને જોડી જાગૃતતા અભિયાન અંતર્ગત પ્રથમ પાઠ ભણાવી સાયબર માફિયાઓના કોઈ કોઠામાં ન અટવાય તે માટે કસોટી લેવાશે, આવી સ્પર્ધામાં વિજેતા લોકોની વિવિધ ક્ષેત્રના મહાનુભાવો હસ્તે સન્માન કરી તેની પીઠ થાબડી તેમને સર્ટિફિકેટ આપી તેમની ઉત્સાહ વધારવાનો અજય કુમાર તોમારનો ઉદ્દેશ છે,.                  

 જામનગર એસપી તરીકે સપ્તાહમાં એક દિવસ સાયકલ ચલાવી ઓફિસ પર આવી એ યુગમાં યુવાનોને ફિટનેસ મંત્ર અને પ્રદૂષણ મુકત શહેરનો મંત્ર આપેલ. અમદાવાદમાં ડીસીપી તરીકે નાની ગલીઓ પોળમાં પેટ્રોલિંગ માટે વાહન જવું મુશ્કેલ હોવાથી તેઓ પોલીસ સ્ટાફ સાથે 'સાયકલ પર પેટ્રોલિંગ' યોજના કરેલ,તેમનું અનુકરણ કરી તાબાના અધિકારીઓ પણ જોડાયેલ, લોકોમાં પણ વિશ્વાસ સાથે જાગૃતિ લાવેલ, હવે નવા યુગમાં સાયબર ફ્રોડ મુખ્ય સમસ્યા હોવાથી તેના નિકાલ માટે આ અનોખો પ્રયોગ હાથ ધર્યો છે,છે ને કાબિલે દાદ

(3:08 pm IST)